Tuesday, 18 April 2017

અછાંદસ

#દિલનો_ગેસકાંડ

મારા દિલમાં લિક થયો તો વિરહનો ગેસ
ને પછી ? પછી શું મનનું આખું નગર હાફવા લાગ્યું એમા રહેતા ક્ષણો યાદો દિવસો વર્ષો તારી સાથે ગાળેલો સમય પણ

તારી યાદે તો આંખો જતી રહી હતી....
તારા સાથે ગાળેલો સમય તડપી તડપીને આક્રંદ કરી રહ્યો હતો
અને હું ચુપ હતો

ચુપ એટલે મૌન નહિ સ્તબ્ધતા પ્રસરી ગઈ હતી. આ ઘટના શબ્દો છીનવી લીધેલા...

મારા શેર દિલનો પ્રદેશ છોડી ને કાગળમાં રહવા આવ્યા ત્યાં એમને હવે ઘૂંટન થતી હતી

એક ગેસ કાંડ મારી અંદર પણ થયો હતો જે મારા બીજી રાજ્યો હાથ પગ પેટ બધા આ ઘટના ભુલી ગયા હતા....

પણ હા એક આ મારી આંખો ન ભૂલી શકી.કારણકે મારા દિલના શમણા આંસુ બની ત્યાંથી જ તો આવ્યા હતા અને આમ પણ દિલ અને આંખને તો આંતર રાજ્ય વેપારનો વ્યહવાર હતો જ અને છે.....

પણ દિલ આજે પણ ભોપાલની માફક તડપે છે અને ત્યાંના નિવાસી ક્ષણો એની યાદો ક્યારેક એ પણ શેર થઈ કાગળ માં રહેવા આવી જાય છે.....
પાગલ કોઈન્તિયાલ્વિ

No comments:

Post a Comment