##થઈ ગયો કવિ##
ચાર શબ્દોને લખી શું થઈ ગયો કવિ?
શબ્દના હોઠે હસી શું થઈ ગયો કવિ?
ગાલગાગા ,ગાલગા, ગાગાલગામાં,
આમ ગઝલો ઘડી શું થઈ ગયો કવિ?
ખોખલા વાદળ વિચારોના ધરીને,
કાવ્યની આંચે બળી શું થઈ ગયો કવિ?
લાગણીની નાવમાં થઈને સવાર,
પ્રેમના નામે વહી શું થઈ ગયો કવિ?
એક આખું વિશ્વ તો એણે બનાવ્યું,
વાહ જો ભેગી કરી શું થઈ ગયો કવિ?
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment