Tuesday, 18 April 2017

ગઝલ

##જીવન ગાથા##

ડરે છે , ચઢે છે, પડે છે,નડે છે,
પછી અંતમાં પોક દઇને રડે છે.

તપે છે,ધપે છે,ઘસે છે,ખપે છે,
પછી થાક લાગે ધરાએ ઢળે છે.

સડે છે,ઝરે છે,ખરે છે,પડે છે,
મળે મોત; સૌ દૂર એને કરે છે.

હરે છે,ફરે છે,ચરે છે,મરે છે,
પછી લાકડા ઘી મહી એ બળે છે.

લણે છે,રળે છે,હશે છે,ભરે છે,
પછી રાખ થૈને ધરામાં ભળે છે.

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment