વ્યથા વાગોળતા રે'વું, મને ના આવડે એવું,
જખમ પઁપાળતા રે'વું, મને ના આવડે એવું..
નથી જો'તી પ્રણય કેરી રજા એની પરાણે પણ,
પલક્ને ઢાળતા રે'વું, મને ના આવડે એવું..
હશે જો લાગણી એને જરાં દિલમાં, જલન થાશે,
હ્રદયને બાળતા રે'વું, મને ના આવડે એવું...
થતી ના પ્રીત કોઈથી પરાણે તો કદી એવી,
અકારણ ખોળતા રે'વું, મને ના આવડે એવું..
ભલેને જાય બીજે એ પરત થાશે ખબર છે પણ,
નયનને ઢૉળતા રે'વું, મને ના આવડે એવું..
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment