Tuesday, 18 April 2017

ગઝલ

જીવન ઝરમર

હાથીભાઈને મણ મળશે,
કીડીબાઈને કણ મળશે.

આંગણમાં  છે મીઠાં દાણા,
ચકલી બ્હેનાને ચણ મળશે.

કલબલ કરતી કાબર બોલી,
મુજને ખોવાયું જણ મળશે?

સસલું  દોડે  શ્વાસો  હાંફે,
શોધે એ ક્યાંથી ગણ મળશે.

બેં બેં કરતી બકરી કાંપે,
તોયે ના એને સણ મળશે.

મીઠ્ઠું મીઠ્ઠું પોપટ બોલે,
મરચાં ની સાથે બણ મળશે

ગોપાલકની રાહે બેઠો,
સાંજે ગાયોનું ધણ મળશે.

ભર  ચોમાસે  છપ્પર  તૂટે,
આંખે ભીનાશી ઝણ મળશે.

સંગાથો સંગીના ખોયા,
તો  એકલતાનું રણ  મળશે.

ઈશ્વર  પણ  જો  હારી  બેઠો,
ન 'કજલ'ને જીવન ક્ષણ મળશે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment