ગજવે ઉલ્લાસ છલકાવી, ચાલ ને ભમીએ,
હોઠે મુસ્કાન મલકાવી, ચાલ ને ભમીએ.
કોયલ કને ટહૂકો માંગી, મહાલુ નભ માં,
ભીનાશ રોજ ભભરાવી, ચાલ ને ભમીએ.
સ્મિત શીશુના અધર પર મૂકી પતંગિયા નું,
શૈશવ સદા લૈ હરખાવી, ચાલ ને ભમીએ.
લીલાશ ઝાડ ની ડાળી પરથી લે ઉતારી,
કૂંપળ આ દિલ માં ઊગાડી, ચાલ ને ભમીએ.
ઈન્દ્રધનૂષ ના રંગો માં ઝબોળ શમણાં,
રંગીલું વ્હાલ વરસાવી, ચાલ ને ભમીએ.
ડો. જિજ્ઞાસા
No comments:
Post a Comment