ચૂંટવા છે આજ નભથી તારલા ,
ગૂંથવા છે ચોટલે તવ તારલા .
ખોબલે ને ખોબલે ખૂબ જ ભર્યું ,
આજ ભરવા મુજ ગજવે તારલા .
યાદ આવે છે રમત બાળપણની ,
આજ રમવા તુજ સંગે તારલા .
ખુશ કરવી છે જરા આજે તને ,
ટાંકવા છે પાલવે તવ તારલા .
સૌ મઢે સોને અને ચાંદી વડે ,
આજ મઢવા ચૂડલે તવ તારલા .
જશુ પટેલ
૨૩-૦૪-૨૦૧૭
યુ.એસ.એ
ગાગાલગા ગાગાલગા ગાલગા
No comments:
Post a Comment