આજે ધરતી દિન છે, ખબર છે?
થાકી ગઈ છે જો ધરા, થાતી નથી વેદના?
હાંફી રહી છે જો ધરા, થાતી નથી વેદના?
રોજ સતત એની ઉપર, કચરા તણાં ઢગ થતાં,
સૌંદર્ય એનું રોળતાં, થાતી નથી વેદના?
તરુવર હણ્યાં ક્રૂરતા થી, યમસદન મોકલ્યા,
સ્તર ધગધગે એનું, થાતી નથી વેદના?
ઓઝોન પડ માં ગાબડું મોટું થતું જાય છે,
લૂ થી ત્રસ્ત મૂંગા પંખી, થાતી નથી વેદના?
લીલાશ લૂંટે તું, વ્યથા લાગે સદા જીવ ને,
વર્ષા થતી જાય લુપ્ત, થાતી નથી વેદના?
વા, વારિ ને વસુધા ઉદ્યોગો થી પ્રદૂષિત થયાં,
આબાલવૃદ્ઘ ટળવળે, થાતી નથી વેદના?
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
તો.....તરસે
આંસુ જો નીકળે તો આ નયન તરસે,
ને વહે આંસુ ના તોયે નયન તરસે.
બાગ માં પીળચટ્ટાં ઊગતાં ફૂલો,
રીસ ગુલમ્હોર લે તો આ ચમન તરસે.
લાલિમા નભ મહીં રંગાવલી રચતી,
સાંજ ના ઊઘડે તો આ ગગન તરસે.
જીંદગાની, અજબ છે, તાલમિત્રો સૌ,
સાથ ના દે સતત તો આ કવન તરસે.
દોડતાં હર વખત ડગ, શોધવા સ્નેહી,
ને મળે જો વ્યથા, તો આ ચરણ તરસે.
ખાસ જે, પાસ ના હો, જીવતર નું શું?
અંતકાળે રુઠે તો આ મરણ તરસે.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
[4/23, 10:16 AM] +91 98253 29663: આ ના ચાલે....
હો ન વિશ્વાસ તો આ શ્વાસ ના ચાલે,
ને ન હો શ્વાસ તો આ લાશ ના ચાલે.
ફૂલ સૂરજમુખી ને રાતરાણી ના,
તાજગી જો ન હો, સુવાસ ના ચાલે.
પાનખર માં ભલે ખરતાં વૃક્ષ પર્ણો,
થડ મહીં હોય ના, ભીનાશ ના ચાલે.
લાલિમા ને ઉષા ના રંગની ભાતો,
સુર્ય માં લે જરી પીળાશ, ના ચાલે.
આરસી માં ચયન તું રૂપનું કરતો,
ઝાંક મનમાં અહીં આભાસ ના ચાલે.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
આંસુ ની વ્યથા
હો તરલતા નયન માં, આંસુ જો છલકે,
ને સરલતા હ્રદય માં, આંસુ જો મલકે.
કાફલો હર વખત ભ્રમણાં મહીં વિહરે,
સાથ છૂટે સ્વજન નો, આંસુ જો તડપે.
ફૂલ ઝાકળ કને થી ભીનાશ લે માંગે!
ઓસ સરકે સુમન થી, આંસુ જો તરસે.
શૂન્યતા સ્નેહ ને પડકારતી કાયમ,
ને વ્યથા આમ ધરબી, આંસુ જો અટકે.
કારગત નીવડે ના, કો અહીં દાવા,
દોસ્ત, વિશ્વાસ હો તો, આંસુ જો ઝળકે.
ધુરંધર પાનખરથી ના ખરે પર્ણૌ,
લાગણી હો અનેરી, આંસુ જો મહકે.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
હે ખુદા જીવવા, ધબકાવજે શ્વાસો,
ને કરું સુશ્રુષા, છલકાવજે શ્વાસો.
હાથ માંના ભલે પકડી શકું તસબી,
પીઠ પસરાવવા, મલકાવજે શ્વાસો.
ના થતાં જો નમન, બે કર-કમળ જોડી,
દાન દેવા ખુલે સંવારજે શ્વાસો.
ભૂલકું, જો ઉદાસી છે છવાયેલી,
સ્મિત લૈ ભેટે દઉં, શણગારજે શ્વાસો.
ચીર રેશમ તણાં ના અર્પતી રાયા,
રંક ને ઢાંકવા, અજવાળજે શ્વાસો.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
થોડા સુધારા સાથે.....
આંસુ ની વ્યથા
હો તરલતા નયન માં, આંસુડાં છલકે,
ને સરલતા હ્રદય માં, આંસુડાં છલકે.
કાફલો હર વખત ભ્રમણાં મહીં વિહરે,
સાથ છૂટે સ્વજન નો, આંસુડાં છલકે.
ફૂલ ઝાકળ કને થી ભીનાશ લે માંગે!
ઓસ સરકે સુમન થી, આંસુડાં છલકે.
શૂન્યતા સ્નેહ ને પડકારતી કાયમ,
ને વ્યથા આમ ધરબી, આંસુડાં છલકે.
કારગત નીવડે ના, કો અહીં દાવા,
દોસ્ત, વિશ્વાસ હો તો, આંસુડાં છલકે.
ધુરંધર પાનખરથી જો ખરે પર્ણૌ,
લાગણી હો જરી ના, આંસુડાં છલકે.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
આંસુ ની વ્યથા
હો તરલતા નયન માં, નીકળે અશ્કો,
ને સરલતા હ્રદય માં, પ્રજ્વળે અશ્કો.
કાફલો હર વખત ભ્રમણાં મહીં વિહરે,
સાથ છૂટે સ્વજન નો તો ગળે અશ્કો.
ફૂલ ઝાકળ કને થી ભીનાશ લે માંગે!
ઓસ સરકે સુમન થી પીઘળે અશ્કો.
શૂન્યતા સ્નેહ ને પડકારતી કાયમ,
ને વ્યથા આમ ધરબી લે છળે અશ્કો.
કારગત નીવડે ના, કો અહીં દાવા,
દોસ્ત, વિશ્વાસ હો તો ના છળે અશ્કો.
ધુરંધર પાનખરથી આ ખરે પર્ણૌ,
લાગણી ના જરી હો, શેં ટળે અશ્કો.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment