== પ્રશ્ન પુછો ==
આપને જે ગમે પ્રશ્ન પુછો,
પ્રેમથી બસ મને પ્રશ્ન પુછો.
લેણદેણાં થશે એ રીતે પણ,
આંખથી આંખને પ્રશ્ન પુછો.
કોણ જાણે સફર ક્યાં સુધી છે?
પગ અને પંથને પ્રશ્ન પુછો.
કંઈ શિકાયત કરો તે પહેલાં,
દોસ્તો ! ખુદને પ્રશ્ન પુછો.
શું હશે ખાસ પશ્ચિમમાં કંઈ?
સૂર્ય ત્યાં આથમે, પ્રશ્ન પુછો!
જે રીતે જે બને તે બને છે,
ના કરો શક અને પ્રશ્ન પુછો.
કઈ રીતે આભને તે નમાવ્યું?
એટલો ક્ષિતિજને પ્રશ્ન પુછો
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment