સાંજ પડતાં,આછા ચડતાં-આછા પડતાં તડકા સાથે,
રોજ જ્યાં મળતા હતાં,એ જ બાગ-બગીચા સાથે,
તારી યાદો ના વરસાદ થી મનમાં ને મનમાં ભીંજાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
આમ એકલો ને આમ ટોળામાં,તોય વિશ્વાસ નાં ખોળા માં,
વિતેલી ક્ષણો,વિતેલી ઘડી,વિતેલી વાતો ને વિતેલી એ રાતો,
એજ સંવાદો ના પડઘા સાથે રોજ એકલો અથડાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
શોર-બકોર ની આ દુનિયામાં,અંદર એક મૌન તપસ્યા કરે.
એજ ચહેરો,એજ સ્મિત ને એજ આંખો વરસ્યા કરે.
ગમગીની હોય છે અંદર ને તોય મુખથી મલકાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
રાધા-કૃષ્ણ,કૃષ્ણ ને દ્રૌપદી,રામ-સીતા,
સંબંધો નોખા પણ પવિત્ર એવા કે જાણે ગીતા.
આ મૂઢ ને રુઠ એવાં સમાજ થી,હું ય ક્યાં ગભરાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
કોઈ દંભ છે,ના કોઈ રંજ છે,તું દૂર આત્મા તો સંગ છે.
કાલેય હતો ને આજેય તને પ્રેમ કર્યાનો મને ઉમંગ છે.
તારી સ્મૃતિ નાં ફૂલો પરથી સમય ની ધૂળ રોજ હટાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
ના મોહ ના માયા છે,કોઈ હરખ કે હવે કોઈ શોક નથી.
તારા ગયાં પછી,એવું કોઈ આત્મવિલોપ નથી.
જીંદગી ને મૌત ની સામે રાખી રોજ લાલચાઉ છું.
બોલ તને હું,ક્યારેય યાદ આવું છું?
વિપુલ બોરીસા
No comments:
Post a Comment