Tuesday, 25 April 2017

ગઝલ

ઢાંકી રાખે કસ્તર તો રેણ ઓળખાતા નથી
નજર ના પડે જો તો વ્હેમ ઓળખાતા નથી

જોયા છે સદા પરદાની આડમાં એમને
ધુમ્મસ જો વિખેરાયું વેણ  ઓળખાતા નથી

જોયા છે છલકતા સરવર એમની આંખમાં
આછર્યા જો પાણી તો નેણ ઓળખાતા નથી

જોયા છે જગતમાં ખુલ્લેઆમ હસતાં મુખે
ભીતર ભેદ ખુલ્યા તો કે'ણ ઓળખાતા નથી

પદવી હોય ને સાથે હો માનમોભો ભલે
ફર્યો જો મુકામ તો હાકેમ ઓળખાતા નથી

સરલા સુતરિયા
તા. ૨૫- ૦૪- ૨૦૧૭/

No comments:

Post a Comment