બોલે જરા વાતો કરે વાચાળ છે,
તેને ઘણો મારા ભણી વલગાળ છે.
ધા આપ્યાં જગતે બધાં નાસૂર છે,
હા, જિંદગીની રીત તો રેતાળ છે.
જો જીવતા એણે મને મારી ખરાં,
ના ભૂલ કે કા'નો હજી હેતાળ છે.
એ ધૂમતાં- ભમતાં ફકીરા શાંત છે,
સંસારમાં કેવી સખી જંજાળ છે!.
આંખો થકી તેને ચુમી લેવાય છે,
હા બંદગીમાં તું 'ફિઝા' પ્રેમાળ છે.
કાજલ કાંજિયા 'ફિઝા'.
છંદ:ગાગાલગા/3
2/8/2016
No comments:
Post a Comment