Tuesday, 25 April 2017

છંદ

શિખરો જ્યાં સર કરો ,
            ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
            એમને એમ ના ખોડી શકો .
ડરાવી ધમકાવી ઈન્સાનના ,
             બે હાથને જોડાવી શકો .
પણ ઓલા સિંહના પંજાને ,
           તમે એમ ના જોડાવી શકો
કહે  દાદ  આભમાંથી  ખરે  ,
           એને  છીપમાં  જીલી  શકો 
પણ  ઓલ્યું  આંખમાંથી ખરે ,
           એને એમ ના જીલી શકો .

- કવિ દાદ.

No comments:

Post a Comment