Tuesday, 25 April 2017

ગઝલ

દિવસ ઉગે ને પછી રાત પણ થાય છે
તારા વગર બધું બરબાદ પણ થાય છે

હોય સંગાથમા જો તું મારી તો
સેંકડો વર્ષ ક્ષણ જેવા પણ થાય છે

તારા વગર જિંદગીની હર ક્ષણ
સદીયો સમાન લાંબી પણ થાય છે

નથી જીવાતુ જિંદગી એકલા
ને જો મોત છેતરતી પણ થાય છે

પોઢવાને સતીષ'ને સદાકાળ માટે તારી
બાહો મળે એવી લાલચ પણ થાય છે

                                - સતીષ સખીયા

No comments:

Post a Comment