Tuesday, 18 April 2017

ગીત

વાંધા વચકા કાઢી જઈએ...
એક બીજાનાં ગમતાં થઈએ....

મીઠી વાણી હેત અપાર
હું કોયલ તું આંબો સાર,
સંબંધનનું ગીત આપી જઈએ,
વાંધા વચકા કાઢી જઈએ......

નમતાં રહેશું ચારે કોરે,
ના રાખવો કોઈ આપણે તોર,
જગમાં આપણે વ્યાપી જઈએ,
વાંધા વચકા કાઢી જઈએ....

વાંધા વચકા કાઢી જઈએ,
એક બીજાનાં ગમતાં થઈએ....

કાજલ કાંજિયા 'ફિઝા'
14/4/2017

No comments:

Post a Comment