Monday, 17 April 2017

ગઝલ

કેમ સમજાવુ આ પાગલ મન ને
પકડવાને મથે છે એ પવન ને

આ અધૂરા અભરખા જુવો તો
કેવા જાગે માણવા સહજીવન ને

કોણ પામ્યું છે આ ધરતી પર
કહો પોતાને ગમતા જીવન ને

રામ ને રહીમ પણ ચાલ્યા ગયા જુવો
છોડી આ ધરતી પર કાયાના ભવન ને

જીવથી વ્હાલુ છતાંયે છોડવું પડયું
ગોકુલ પણ શ્રી કૃષ્ણ ભગવાન ને

આ અવની પર ચાલે ના કોઈના મનનુ
યાદ રાખજો"સતીષ"ના આ કવન ને

                            - સતીષ સખીયા

No comments:

Post a Comment