પીડા
આપી નથી અવરને કદી સંઘરી નથી
કુબ્જા નથી પીડા , તો નથી ; પણ પરી નથી
એક અર્થ છે પીડાનો તારી ગેરહાજરી
ને લાખ અર્થ પીડાના તારી હાજરી નથી
એવી અમારા રક્તમાં કેવી કમી રહી !
તલવાર દુશ્મનોની હજી થરથરી નથી
પ્રગટી શક્યું હજીયે કશું નિર્વિવાદ ક્યાં
પીડા હજી કિનારા લગી વિસ્તરી નથી
પીડા મેં ફેફસામાં પ્રથમ શ્વાસથી ભરી
પીડા સમયની સાથે કૈં ફેરા ફરી નથી
ઈચ્છા, પ્રથમ ચરણ પીડાનું હોય તો ભલે
મૃત્યુય આ સફરનું ચરણ આખરી નથી
--સ્નેહી પરમાર
No comments:
Post a Comment