પદ્ય જ મારો મોહ ને તેજ મારો ચળકાટ
શબ્દ જ પાસાં ને તેજ મારો તલસાટ..
યથા,કથા,ને વ્યથાથી શણગારી હંમેશા,
પદ્ય જ વેદના ને તેજ મારો તો રઘવાટ...
પ્રણયની જેમ રાખી હૃદયમાં અકબંધ,
લખલૂટ ચાહી હોઠ પર તેનોજ વસવાટ..
પદ્ય જ મારા અહંકારનો સંહાર છે હવે,
ત્રિશુલ બની ફેલાવે મારામાં હવે ફફડાટ..
પદ્ય ને શત શત વંદન મારા નતમસ્તકથી,
દોડે છે લહુ શબ્દો બની નશોમાં પુરપાટ..
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment