જાત લખવી છે (આછાંદશ)
એક સુકા નિવાસની વાત લખવી છે.
તડકે ભળભળ બળતી એ જાત લખવી છે.
મ્રૃગજળ સમી બની છે આ સુમસામ સડક,
દોટ હરણાની એવી એક પ્યાસ લખવી છે.
દીન-જગતાત વલખે છે થોડી ભીનાશ જોવા,
એ સુકાય ગયેલા હોઠની એક ભાત લખવી છે.
દુર-દુર સુધી કોઇ પારેવુય નથી ફરકતું અહીં,
હૈયા ડાળે ટહુકારાની એક ભીનાશ લખવી છે.
ખાખતો ત્યારે થવાશે જ્યારે જાત થી છેટા જઇશું,
અભાવમાય ખીલખીલાટ એવી એક હંસી લખવી છે.
-વિજય તડવી 'રાહી
No comments:
Post a Comment