Tuesday, 18 April 2017

ગઝલ

સુર્યકિરણ ઘરમાં સર્જાય? રહેવા દે.
દિપક તને નહીં સમજાય, રહેવા દે.

સવારને બાંધી શકે ઘનઘોર અંધારમાં,
રાત ઝુલ્ફોથી નહીં બંધાય રહેવા દે.

ફકત પ્રેમની જ ભુખ લાગે છે દિલ ને,
રૂપથી તો ઍ નહીં અંજાય રહેવા દે.

જતી વેળા ના આવજો કહેજે મને,
સસ્મિત આપુ તને વિદાય? રહેવા દે.

મહેફીલોમાં ગઝલ થઈ ફેલાઈ જશે,
આ વાતો ઍકાંતમાં કરાય રહેવા દે.

- દિપક ઠાકર

No comments:

Post a Comment