નયન ની અટારી પર તું જો આવે...
સપનાંઓ ને તારા રંગીન બનાવું.
અધર પર હાસ્ય બની તું જો આવે...
ઓષ્ઠ પર લાલી બની હું મલકાવું.
જીવનમાં પ્રયણ બની જો તું આવે..
મધુવનમાં પ્રીતની હેલી બની બતાવું
ઝંખનાનું પાનેતર પહેરી જો તું આવે...
મૃગજળ બની તને હંમેશા તરસાવું.
મારુ વિશ્વ બની હ્ર્દયમાં જો તું આવે..
મૃત્યુને પણ ઉત્સવ માની સજાવું.
રૂપાલી "યશવી"
No comments:
Post a Comment