પગની તે ઠેસે મારું ઝાંઝરીયું જો ને સખી ઝણઝણ ઝણઝણ થાય
રાજાજી, તારાં હીંચકા સંગે મારું મનડું થનગન થનગન થાય
પેહલી તે ઠેસે મને પાંખો ફૂટે ને હૂં તો આકાશે ઊંચે ઊંચે ઊડતી
વળતી તે ઠેસે મારાં ટોડલે બેઠેલ ઓલ્યા મોર સંગે ટેહું ટેહૂં કરતી
ઝૂલા ઝુલું ને મારાં ઘાઘરાની ઘૂઘરીઓ રણઝણ રણઝણ થાય
રાજાજી તારા હીંચકા..
મારી ઓઢણીમાં ચિતરેલા મેના સંગાથે ઓલ્યા પોપટ પણ મીઠ્ઠું મીઠ્ઠું બોલે
મારાં હૈયાની લીલીછમ્મ ડાળ પર બેઠેલી કોયલ પણ કુહુ કુહુ બોલે
ઓલ્યા ઝૂલાની સંગે મારા હાથના કંગનીયા પણ ખણખણ ખણખણ થાય
રાજાજી તારાં હીંચકા...
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment