== ધુમાડો ==
ગમે તેવું જીવન પ્રગટે બને અંતે તો ધુમાડો,
વિખૂટાં બારણાંમાંથી ઝરે અંતે તો ધુમાડો.
પ્રમાણી જો હથેેળી તું મૂકી મારી હથેળીમાં,
ત્વચાની આગ ઠરશે ને થશે અંતે તો ધુમાડો.
કહાણી આપણી ઘડશે જગતને કામ બીજુ શું?
ન સાભળજે નકર મળશે તને અંતે તો ધુમાડો.
લીલું હો વૃક્ષ તો પણ શું? જગત તો તાપણું કરશે,
ખરે જો પાંદડાં ઝાઝા કરે અંતે તો ધુમાડો.
'ભુલી જા તું મને' મંથન તમે ક્યારેય કીધું નહીં,
સમય તારા વગર જાશે અને અંતે તો ધુમાડો.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment