Wednesday, 5 April 2017

અછાંદસ

ગુમાવવાનું કશું રહ્યું નથી
કામ કોઈ કાલ પર ક્યાં ટાળ્યું છે?
સમયે નીકળવું જાણી શક્યો છું
કાંડે ઘડિયાળ ખાલી ખાલી બાંધવાનું હવે ટાળ્યું છે.
શમણાં અઢળક રોજે રોજ જગાડે છે
એલાર્મ સેટ કરવાનું હવે ટાળ્યું છે.
ભાગ્યમાં હશે તે મળશે બને ખરું
પણ અમે તો મહેનતમાં મન લગાવ્યું છે.
કોઈ આવશે ને થઇ જશે બધું શક્ય ના
લાવરીનું લેશન અમે જીવનમાં ઉતાર્યું છે.
ભીડ ભરમાવે ઘણીવાર એવું બને
ચાલવાને રસ્તે અમે એકલા કદમ ઉઠાવ્યું છે.
આ જીવને જવું જીવને એકલું ખબર મને  પણ જીવતરે મળે કોઈ ગમતું તો "નીલ" જરા! સંગાથ કરવાનુંય વિચાર્યું
છે.
     રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment