એ.. સખી દર્પણથી નીકળ તો ખરી !
આંખમા મારી તું ઓગળ તો ખરી !
કે પડી ઈચ્છા પથારીવશ થઈ,
હાથ જોડી થોડું ટળવળ તો ખરી !
એટલે તો રોજ સામે હું મળું
સામે પણ ક્યારેક તું મળ તો ખરી !
આંસુ થોડા મુઠ્ઠીમાં હું રાખુ છું,
ને તુ લાવે આજ વાદળ તો ખરી !
જો બધુ થાશે પહેલા જેવુ પણ,
ઉંબરેથી પાછી તું વળ તો ખરી !
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment