પ્રેમ નું ના કદી કરીએ પીંજણ
વધાવો એને બિછાવી પાંપણ
પ્રેમ નું ના કદી કરીએ પીંજણ
એક હલકારો ,નાનો ઈશારો
નેણનો નજારો ,થાય હાશકારો
એક જ તસવીર દિલને દર્પણ
પ્રેમ નું ના કદી કરીએ પીંજણ
ત્યાં ન કોઇ ફાયદો
ત્યાં ન કોઇ કાયદો
જયાં મળે હૈયા ત્યાં
ધારો જ અલાયદો
જીવન સાથીને કરીએ અર્પણ
પ્રેમ નું ના કદી કરીએ પીંજણ...
માના વ્યાસ
No comments:
Post a Comment