એક અછાંદસ
કવિ છું ને!
વેપારી તો ના જ થઈ શકયો.
આખો દિવસ ફર્યો,
રઝળ્યો,
અરે!
કરગર્યો પણ ખરો.
ઓલ્યા સેલ્સમેનની ભાષામાં
શું કહે છે?
'ડોર ટૂ ડોર' પણ ગયો!
સાંજ પડી.
કશું જ વેચી ના શકયો,
છેવટે
વહેંચી આવ્યો બધું ય !
- 'શિલ્પી' બુરેઠા
(કચ્છ)
No comments:
Post a Comment