ગઝલ
રાવણ જાગે છે, રામ તમે પ્રગટો !
સત્ય ભાગે છે, રામ તમે પ્રગટો !
ભીંજવો જરા, કોઈ માનો ખોળો ,
શબરી તાગે છે, રામ તમે પ્રગટો !
સૂરજ ઊગ્યો છે, કઈ દિશામાં ?
કિરણો લાગે છે, રામ તમે પ્રગટો !
ઝૂકી ઝૂકીને આજ હું તો જોયા કરું,
ઝાલર વાગે છે, રામ તમે પ્રગટો !
મળે નહીં વનવાસ હવે સીતાને,
કૈકેયી માગે છે, રામ તમે પ્રગટો !
***
-કૃષ્ણ 'કાન્ત'
No comments:
Post a Comment