તારા હ્રદયમાં મારૂ મુકામ શોધતો રહ્યો,
હોઠો પર તારા મારૂ નામ શોધતો રહ્યો.
ભુલી ગયો કે પ્રેમ છુપાવવાની ચીજ છે,
આંખોમાં તારી મને ખુલ્લેઆમ શોધતો રહ્યો.
હકીકતમાં મેળાપ શક્ય ન થઈ શકયો,
સપનામાં આપણું પ્રણયધામ શોધતો રહ્યો.
તું મળી દિલમાંથી ઍ મઝાની વાત છે,
હું તને શહેરો શહેર ગામે ગામ શોધતો રહ્યો.
મહોબ્બતમાં મહેનત છે બહુ ઍમ માની,
ઍના થી સરળ કોઈ કામ શોધતો રહ્યો.
- દિપક ઠાકર
No comments:
Post a Comment