ગઝલ
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
જિંદગી જુઓ સવાલી થઈ ગઈ ,
ભીતરે તે સાવ ખાલી થઇ ગઈ !
માગવાની આદત પડી ગઈ મને,
ઈચ્છા હવે પોતે મવાલી થઇ ગઈ !
શબનમી બેઠી સુમન પર સામટી ,
ચમનમાંહે તો ,ખુશાલી થઇ ગઈ !
તરસની તરસ છિપાવું કેમ હું ?
ને તમારી આંખ પ્યાલી થઇ ગઈ !
સત્ય મને જ્યાં છોડી ગયું ઓચિતું,
'કાન્ત 'ઘરે જાહોજહાલી થઇ ગઈ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment