" ઈશ્વર "
-------
અછાંદશ
--------
" ન કરશો મને વારંવાર
ઈશ્વરની વાત,
ન સલાહ આપશો રામકથા
કે ગીતાસાર સાંભળવાની
ને તમારા નીતનવાં બંધાતાં
મંદિરે ઈશ્વરનાં મંદિરે દર્શને
જવાનું પણ ન કહેશો મને,
કારણ તમારો કહેવાતો ઈશ્વર
કયાં કદી આજદિન સુધી
કોઇને રૂબરૂ મળ્યો છે ? "
" તમે ઈશ્વરને રૂબરૂ મળવાની
વાત કરો છો ?
અરે ! ઈશ્વર તો અનેક વખત
માણસ બની તમારી
વચ્ચે-સાથે રહ્યો છે-
ને ત્યારે તમે...
એ ઈશ્વરનાં માથે
સળગતી સગડીને
કાનમાં ખીલા ઠોક્યાં છે,
તમે લોકોએ એ જ ઈશ્વરને
શૂળીએ ચઢાવ્યો છે...
જરાં આંખો ખોલો,
મહેસૂસ કરી શકશો કે
ઈશ્વર તમારી આસપાસ જ છે,
સવારનાં રંગબેરંગી સૂયોૅદય માં,
પતંગિયાઓ ની ઉડાઉડમાં,
સાગરની લયબદ્ધ લહેરો માં,
રંગબેરંગી પુષ્પોની પ્રસરતી
સુંગંધોમાં,
મેઘધનુષનાં રંગોમાં,
અને........
નવજાત શિશુનાં હાસ્યમાં,
તમને ઈશ્વરનાં દશૅન થશે.
...ને જરાં આંખો બંધ કરો,
ઈશ્વર તમારી અંદર,
તમારા હ્રદય માં જ છે. "
--- મુકેશ મણિયાર.
Tuesday, 25 April 2017
અછાંદસ
Labels:
મુકેશ મણિયાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment