Tuesday, 25 April 2017

ગઝલ

કયારેક શાંતી તો કયારેક તોફાન હોય છે,
આપણા હાથમાં કયાં સુકાન હોય છે.

હા પરંતુ રમતને રમવા માટે તો,
સૌની પાસે મોકળુ મેદાન હોય છે.

સમજી વિચારીને વાપરજો ઍને દોસ્તો,
ઍકજ દિલ હોય છે ઍકજ જાન હોય છે.

રસ્તાઑ સતાવે છે હંમેશા 'દિપક',
મંઝીલથી વીપરીત ઍનુ રૂઝાન હોય છે.

- દિપક ઠાકર

No comments:

Post a Comment