કિનારાના કાદવમાં
ડગલાં ભરતી
કૂવાથંભ જેવી માછણ
દરિયો આંજી
સૂરજને છાતીએ ઝૂલાવતી
વહાણ તરફ....
પાણીમાં
પગ મૂકતાં જ
દરિયો
ચીરાઈ ગયો
ચર્ ર્ ર ....
- જયદેવ શુકલ
No comments:
Post a Comment