Tuesday, 25 April 2017

ગઝલ


કાલ સાંજે એ મળી ગૈ બાગમાં,
સૌ કળીઓ તો હસી ગૈ બાગમાં.

આજ એને મળવું મારે એકલા,
ભીડ જોને જામતી ગૈ બાગમાં.

સબ્દમાં મેં છે પરોવ્યા ફૂલડાં,
પ્રેમની ખુશ્બૂ ભળી ગૈ બાગમાં.

વાત ને વાતમાં એતો  હસી ગૈ,
રોશની છે ઝળહળી ગૈ બાગમાં.

આંગળી થોડી અડાવી એમણે,
ને શરમ મારી ખરી ગૈ બાગમાં.

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment