Saturday, 29 April 2017

ગીત

ગીત !

તમે એકવાર આવોને શ્યામ,
અહીં ખોવાયું ગોકુળિયું ગામ !

ફૂલને પૂછું હું ; ભમરાને  પૂછું,
આંખો ચૂવે ;  પાલવથી  લૂછું.
હું  તો  શોધું   રે  તારા  મુકામ !
                                   0તમે.
જમના કાળી;કાળા વનમાળી,
રાસ  રમતા  દેતા  તા  તાળી.
કઈ કેડીએ  અટક્યા ઘનશ્યામ !
                                   0તમે.
મોરલી સૂની;પનઘટ છે સૂના
તારા વિના  ગીતો થયાં જૂના .
હવે   નથી રહી મારામાં  હામ !
                                   0તમે.
કોઈ  હવે અહીં  દાણ ન માંગે,
વનરાતેવનમાં ન કોઈ સતાવે
ગોરસ  મટુકીના   ઘટ્યા દામ !
                                   0તમે.
ઝંખું બિંબ થઈ સુધ બધી ગઈ,
રાધા રાણી બિલકુલ મૂંગી થઈ.
હવે   પીવાં પડશે ઝેરના જામ !
                                    0તમે.
ચાંદો સળગ્યો રવિ સળગ્યો છે
તારા વિના,  ભવ  બગળ્યો  છે.
'કાન્ત'ને રહેવું  હવે  કયે ઠામ !
                                     0તમે.
                    ***
-  કૃષ્ણકાંત ભાટિયા  'કાન્ત'

No comments:

Post a Comment