Tuesday, 25 April 2017

ગઝલ

ચિથરેહાલ જિંદગી ને કોણ સંધાવે છે,
અંદર રોજે રોજ નવા વાઘા પહેરાવે છે .

ભૂખ્યા છે મંદિર બહાર તેને કોણ જમાડે છે,
અંદર પ્રભુ ને રોજ છપ્પન ભોગ જમાડે છે.

ગરીબીથી ગંધાતા ને રોજ કોણ નવડાવે છે,
અંદર રોજ પ્રભુ ને કેશરી સ્નાન કરાવે છે.

ગરીબો ને પાણી પણ કોણ પીવડાવે છે,
અંદર રોજ હજારો લિટર દૂધ ચડાવે છે.

લૂંટી ગરીબો ને ગરીબી ને પાપ બતાવે છે,
લાખો ભેટ ધરી શ્રીમંતો પુણ્ય કમાવે છે.

પ્રભુ કેવી અજબની તુ જિંદગી બનાવે છે,
એકજ માટીમાથી બધાપૂતળા તુ બનાવે છે.

કોઈ પૂતળા ને રાજા તો કોઇને રંક બનાવે છે,
તારા બનાવેલ આજે તને મૂર્ખ બનાવે છે ….

*******મુનાફ નાગાણી☆☆

No comments:

Post a Comment