ગઝલ :- જો આ જગત છે એવું.
---------------------
માંગો છતાં ન આપે ,જો આ જગત છે એવું.
બળતાંમાં આગ ચાપે ,જો આ જગત છે એવું.
કંઇ કામ ના કરે પણ , બોલે છતાંય એમ જ,
થ્યું કામ મુજ પ્રતાપે ,જો આ જગત છે એવું.
સાચી કદર કરે ના ,સાથે જ હોય જ્યારે ,
કાયમ જીવે ઝુરાપે ,જો આ જગત છે એવું.
કંઇ ના પડે ગતાગમ , તો યે ભલા બધાને ,
પોતાની રીતે માપે ,જો આ જગત છે એવું.
સુખ પ્રાપ્તિને નહીં પણ, દુ:ખ દૂર કરવા ખાતર,
ઇશ્વરનું નામ જાપે ,જો આ જગત છે એવું.
કંઇ કેટલી પીડામાં એમ જ નથી સબડતાં ,
કારણ વિના ઉથાપે ,જો આ જગત છે એવું.
આ પ્રેમથી જીવન છે ,એ લાગણી જ ક્યાં છે ,
જીવે ' ધમલ' બળાપે ,જો આ જગત છે એવું.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment