Tuesday, 25 April 2017

ગીત


⚡ધગધગતી રેતીને રંઝાડે, સંઈ !
          બળબળતા વૈશાખી વાયરા...

સીમ અને વગડા ને રસ્તા બળે છે,
એથી અદકું બળે છે મારું મન;
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો,
લાગે ટાઢા આ ઊના પવન,
બળઝળતી રાત્યુંને ઝાકળજ્યમ ઠારે;                                                  ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા !
બળબળતા વૈશાખી વાયરા...

           💧-વિવેક મનહર ટેલર.                                                        

No comments:

Post a Comment