ના હું મળું તને તેથી શું વાયરો અટકી ગયો?
ના તું આવે અહી તો શું શ્વાસ અટકી ગયો?
કોણ અહી ભીતરે હજી પણ બોલાવે છે
કોઈ એવો અસબાબ મારો અટકી રહ્યો?
ના હવે અહી કશું મંથન રહ્યું છે બાકી,
અશ્રુઓનો સાગર ક્યાં હિલ્લોળી રહ્યો?
શું સાવ આમ જ રહી ગયું સગપણ મારું !
ભ્રમ અહી કોનો બાકી નથી ભાંગી રહ્યો?
એકાદો તારો આવ્યો કોઈ સંદેશો ક્યારેક ;
જિંદગી શું એના થકી કોઈ ગૂંથી રહ્યો ?
બોલ હવે પાછલી ઘડીની ખટરાગ થકી ,
આરંભે નહિ તો શું અંતે શ્વાસ ઝૂમી રહ્યો?
---જીગીષા 'રાજ'
No comments:
Post a Comment