Wednesday, 19 April 2017

ગઝલ

*ગઝલ*

તું થાય ઝરણાંનું કવન,હું બનું તૃષ્ણાનું કવન.
તો ચાલ લાવી આપણે શ્વાસમાં શમણાંનું કવન.

આ આંસુ ના રોકાય,કારણ મળે ભ્રમણાનું કવન.
ભ્રમ તૂટશે જ્યાં હોય ઝાકળ તળે ઝરણાંનું કવન.

છે જ્યાં જહાજો ડૂબતાં વેદના તે મૂકો હવે,
બસ,આપણા મન તો ઘણું તારતા તરણાંનું કવન.

તું નાખુદા તો સાવ પણ થા નહીં,કોરા છે પત્તા
જટથી લખાશે ત્યાં ખુશી નામની રમણાનું કવન.

-મેઘરાજસિંહ પરમાર

🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment