કેન્દ્રબિન્દુ...
હતાશા અને નિરાશાઓ થી
જ્યારે ઘેરાઇ જાઉ છું....
દુન્વયી રિતિરિવાજો માં જ્યારે
અટવાઇ જાઉ છું,
જીંદગીની દોડ માં જ્યારે
હાંફી જાઉ છું ત્યારે
હ્રદયને ઉલેચું છું, યાદો ને ખોતરું છું
ને અલ્લાદિન ના ચિરાગ સમી
એક મંજૂષા મળી આવે છે!!!
અધીરી થઈ જાઉ છું, બ્હાવરી બની ને ખોલું છું,
ને આ.....હા..... મળી આવે છે મને,
એ જ ષોડશી યાદો!!
એ જ સ્મિત, એ જ ગીત!!!
જે ફેલાવી દે છે મારી અધર-રેખા ને
જો...જ....નો દૂર, બન્ને તરફ!!
ને હું હળવીફૂલ થઈ જાઉ છું,
કારણ એ યાદોના દાયરા નું
કેન્દ્રબિંદુ- તું છે દોસ્ત!!!
ડો જિજ્ઞાસા
Wednesday, 19 April 2017
અછાંદસ
Labels:
ડૉ જિજ્ઞાસા છાયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment