લીલા સવારની મૌસમ,
સૂકાયેલી કોઈની યાદો,
કોઈ જાતુંતું છોડીને એકીટસે,
કોઈ આવતુંતું અંદર અંદર,
ઝાકળની બુંદોએ શરમ મૂકી,
આંખો વરસે ન્હાય રોમરોમ કંપન.
એ નીલવર્ણી આંખો,
એ શ્યામવર્ણૌ ચહેરો ,
ચોમેર ભરે રૂપનો પહેરો,
ચાલે ચટકંતી ચાલ,
અસલ પિતાંબરધારી કાનો,
ઘર કરી ગ્યો છાનો માનો,
ઝખ્મોની તાજી આગમાં કંઈક હોમાયું.
શનિએ મુલાકાતી મંગળવું દિલ
ગ્રહ નડશે કે નાથશે?
સમય સમયનું કામ કરે હ્રદય હ્રદયનું,
દિલ બળે
તોય એ તરફ વળે
સમરસ સમરસ ભળે
ફૂલ ફોરમ થઈ ભળે
નાજુક નમણું
દિલ ચુપચાપ ખીલે.
આશુમન સાંઈ યોગી રાવળદેવ
No comments:
Post a Comment