*ગીત*
*નથી બનવું*
નથી બનવું તેને ક્રિષ્ન પણ,
રોજ એક અર્જુન તૈયાર કરે છે.....
વાત નથી એની ખાલી ઠીબ,
ગીતાના સારની તેમાં છે રીત,
ધર્મનો છાંયડો લઈ એ તો ફરે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે......
ઘર ઘર અર્જુન વિષાદ છે,
આસપાસ દુશ્મન હજાર છે,
શબ્દોનું લઈ હથિયાર એ તો લડે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે......
સંસ્કારનાં પાયામાં ઊભી તેનાં ઘરની ભીંત,
સરસ્વતી ભાંગે તેનાં જીવનની ભીડ,
કર્તવ્યની આગમાં એ તો બળે છે,
રોજ એક અર્જુન તૈયાર કરે છે....
નથી બનવું તેને ક્રિષ્ન પણ,
રોજ એક અર્જુન તૈયાર કરે છે.
કાજલ કાંજિયા 'ફિઝા'
14/4/2017
No comments:
Post a Comment