ગીત
##સંગઠન##
શક્તિ જેમા અનુપમ,
એવું આપણું સંગઠન..
પડકારોને ઝીજીએ...
સૌ સાથે મળીને ખીલીએ
જેમ કાંટાની વચ્ચે સુમન
એવું આપણું હોય સંગઠન..
સ્વાર્થની આ દુનિયા આખી
જ્યાં જુવો મળે સૌ સ્વાર્થી,
આપણું છે જુદું ગઠન
એવું આપણું સંગઠન..
સૌ સાથે મળી આગળ વધીએ,
સમાજને નવરંગે રંગીએ,
ધરતી આપણી છે આપણું ગગન,
એવું આપણું હોય સંગઠન.
યુવાનોનો જોમ જુદો છે,
સોનાનો સૂરજ ઉંગ્યો છે,
નવી દિશાને નવી લગન,
એવું આપણું હોય સંગઠન.
સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment