એકલદોકલ સપનાંને સથવારે તમને મળશું સાજન
માજમ રાતે ઓરતાને અજવાળે તમને મળશુ સાજન
ઉરની મારી ઓસરીએ તમે નામનો ઝૂલો
શણગારું નિશદીન એને લગાવી સ્નેહ ફૂલો
પાંપણને પલકારે એમાં હિલ્લોળા લેતી રહેતી
હું છુ તમારી ને તમે છો મારા હવે તો કબૂલો!!
નયનોની કુંજ ગલીમાં વારે વારે તમને મળશુ સાજન
વિરહની આ વસમી વેદનામાં એવી વલખું
યાદોના દર્પણમા તને નીરખીને હું મલકું
રોમ રોમમાં મારા ઉમટે આ કેવુ પ્રેમનુ પૂર
બની ગાગર સ્નેહની અમથી અમથી છલકું
આંખોથી વહેતી સરીતાને આરે તમને મળશુ સાજન
એકલદોકલ સપનાંને સથવારે તમને મળશું સાજન
-કિરણ જોગીદાસ"રોશન"
Saturday, 29 April 2017
ગીત
Labels:
કિરણ જોગીદાસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment