Saturday, 29 April 2017

ગીત

એક સામાન્ય માણસ નું ગીત.

ઘર થી ઓફિસ, ઓફિસ થી ઘર  નિત્ય જીવન નો ક્રમ:

ફુરસદ મળતાં રોજ વિચારું જીવતર છે કે ભ્રમ !

છું સંસારી , ભેખ વગરનો, તો પણ બાવો છું;
હું મારા માણસ હોવા નો સ્વયં પુરાવો છું
રોજ ઠગાવા ની બાબત માં મારો છે વિક્રમ!

પળ પળ મારી કરી પરીક્ષા રોજ મને માણે:
મારી હિંમત પર શાબાશી દેતો હો જાણે.
સમય થાબડે પીઠ અમારી જોર થી જાણે ડ્રમ!

નહીં ઘાટનો કે નહીં ઘર નો કેવળ દોડાદોડ.
પળભર પણ આરામ નહીં ને કરતો માથાદોડ.
હાથ ની રેખા ભૂંસી નાખે એવો
કાળો શ્રમ.

મહેબૂબ સોનાલીયા

No comments:

Post a Comment