Saturday, 29 April 2017

ગીત

Ek geet

સાંજ પડે ને કેમ ઉદાસી યાદ તમારી લાવે છે.
આંખોના ફાટકને તોડી આંસૂ દોડ્યા આવે છે.

મન કાયમ સપના માં રાચે, હાથ ની ક્યાં રેખા ને વાંચે.
તને શોધવા રોજ મને એ , દોડાવે છે ખાંચે ખાંચે!
સાચુ ખોટુ શા માટે એ રોજ મને સમજાવે છે.

જીવનની બસ એજ પ્રથા છે,સુખ થોડું ને થોડી વ્યથા છે.
સૌની આંખો માં આંસુ છે બસ, એક જ સરખી સૌ ની કથા છે.
સોને મઢેલું છે આ પીંજર, જે સૌને લલચાવે છે.

ઉપર છલ્લું હસવા માટે, મોહ જાળમા ફસવા માટે,
દુનીયા ની તો વાત જ છોડો ખુદ થી આઘા ખસવા માટે.
બંધા હ્રદય ના દ્વાર ને કાયમ શા માટે ખખડાવે છે.

મહેબુબ સોનાલીયા

No comments:

Post a Comment