Monday, 17 April 2017

ગઝલ

પવનની દિશાઓને ભાળી રહ્યો છું,
લગાતાર તોફાન ખાળી રહ્યો છું.

કહે કોણ છે કે હું જીવી રહ્યો છું?
ફકત શ્વાસ મારા હું બાળી રહ્યો છું.

નશીલી સુગંધીથી વાકેફ છું હું,
બગીચા તણો હું ય માળી રહ્યો છું

દશા આજ મારી તો એવી થઈ છે,
સમય ચાળણીમાં હું ચાળી રહ્યો છું.

કદી કોઈને હું કહેતો નથી પણ
દરદ ને હ્રદયમાં હું પાળી રહ્યો છું

વળી ને વળી જાય મનડું સુરાલય,
પરાણે પરાણે હું વાળી રહ્યો છું

હું હારી ગયો છું,હું તૂટી ગયો છું,
લખીને ગઝલ મોત ટાળી રહ્યો છું.

     ✏કવિ-જુગલ દરજી
                 માસ્તર

No comments:

Post a Comment