Wednesday, 19 April 2017

ગઝલ

બીજું કશું નહીતો, એટલું કરી શકું
તારી અપેક્ષા પર ખરો ઉતરી શકું

હવે હું, થાક્યો આપી પુરાવા પ્રેમના
સામો દેને , પ્રવાહ જો હું તરી શકું

આ મજા છે પ્રેમના વરસાદની કહું
ભીંજાયો નથી ને તોય નીતરી શકું

શંકા ખરેખર છે, મને તમારા ઉપર
બાકી હું જાતને આમ છેતરી ના શકું ?

જોઈએ  છે શું ? જીવવા માટે,  કહો
બે ચાર વસ્તુ માટે, ખુદને વેતરી શકું ?
હિમાંશુ મેકવાન
૧૪.૦૪.૧૭

No comments:

Post a Comment