Tuesday, 25 April 2017

ગઝલ

રચના :- સમજીને વાલી

મેં તને ઓઢી  ચાદર સમજીને વાલી ,
સાવ નાેખું જ માદર સમજીને વાલી .

હૂંફમય છે જીવન ભવ-ભવના બંધન લઈ ,
આમ એ પ્યાર આદર સમજીને વાલી .

કયાં ખબર એ હતી સંજોગ પર મળશું ?
સાથ ના છોડ ભાદર સમજીને વાલી .

જયાં વિતાવ્યા દિવસ શૈશવ તણા કાલે ,
એજ ઉપહાર પાદર સમજીને વાલી

સામટાં શું સ્મરણ દેખાય માનસપટે,
એજ અજવાસ અંદર સમજીને વાલી.

            નીતા ટુંડયા "નવલ "
           Date ; - 24,4,2017

No comments:

Post a Comment